દેશ-વિદેશ
News of Tuesday, 6th February 2018

આ કપલ જીવીત અને મૃત પ્રાણીઓ સાથે વાતચીત કરી શકે છે

લંડન  તા. ૬ :.. મોટા ભાગે પાળેલાં પ્રાણીઓ એમન માલિકોની કહેલી અને ન કહેલી વાતચીત સમજી શકે છે, પરંતુ માણસો માટે પ્રાણીની લાગણીઓ અને એની ભાષા સમજવાનું અઘરૃં હોય છે. જો કે બ્રિટનના મોનમાઉથશર ટાઉનમાં રહેતાં સુઝી શાઇનર અને પોલ બ્રેથવેટ નામના કપલનો દાવો છે કે તેઓ પ્રાણીઓના મનમાં રહેલા વિચારોને સમજી શકે છે. આ પ્રાણીઓ જીવીત જ હોય એ જરૂરી નથી, મૃત પ્રાણીઓના આત્માઓ શું વિચાર છે એ વિશે તેમની સાથે વાતો કરી શકે છે. આ કપલ પ્રાણીઓના તાંત્રિકોની જેમ મૃત પ્રાણીની આત્મા સાથે વાતચીત કરે છે અને તેમણે કેટલાક ડોગી અને ઘોડાઓ સાથે બેસીને તેમના મનમાં ચાલતી વાતોને ઉકેલી હોવાનો દાવો કર્યો છે. આ કપલ માનવ વસવાટથી ઘણે દુર તેમની પાળેલી બકરીઓ, ઘોડા અને શ્વાનો સાથે રહે છે.

(12:55 pm IST)