દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

હ્યુમનોઇડ રોબોને થાય છે પસીનો

ટોકીયો તા.૩ : જપાનમાં ટોકયો યુનિવર્સિટી છેલ્લા એનક વર્ષોથી હ્યુમનોઇડ બનાવે છે. આ એવા રોબો હોય છે જે માણસ જેવા જ લાગે છે. કેન્ગોરો નામના નવા પ્રકારના રોબોને ક્રેશ ટેસ્ટ ડમી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રોબોમાં માણસની જેમ સીટ-અપ્સ, પુશ-અપ્સ અને લાંબી દોડ જેવી કસરત કરે છે અને એમને પસીનો પણ થાય છે. આ રોબોમાં કૃત્રિમ શ્વસનતંત્ર ફીટ કરવામાં આવ્યુ છે. એમને લાંબી રેસમાં દોડાવવામાં આવે તો એમને પસીનો થાય છે અને એથી એમને ઠંડા રાખવા માટે આ મશીનમાં હાઇડ્રોલીક વોટર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે.

(3:35 pm IST)