દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

નવા વર્ષમાં વજન ઘટાડવાની પ્રતિજ્ઞા લેનારા સૌથી વધારે

ન્યુયોર્ક તા.૩: અમેરિકામાં દર વર્ષે અમેરિકનો નવા વર્ષના પ્રારંભમાં નવી-નવી પ્રતિજ્ઞાઓ લેતા હોય છે અને એક ઓપિનિયન પોલમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવાની પ્રતિજ્ઞા લેનારા સૌથી વધારે હોય છે. આ વર્ષે ૧૮ વર્ષની ઉપરના આશરે ૧૦૭૪ લોકોને તેમની પ્રતિજ્ઞા વિશે પૂછવામાં આવ્યું તો ૧૨ ટકા લોકોએ વજન ઘટાડવા અને બીજા ૧૨ ટકા લોકોએ સારા માણસ બનવાની કોશિશ કરીશ એવી પ્રતિજ્ઞા લીધી હતી. વધારે કસરત કરીને સારો ખોરાઇ ખાઇ અને સારી જોબ મેળવીને હું સારો માણસ બનીશ એવી આ લોકોની પ્રતિક્ષા છે.બીજી તરફ ૯ ટકા લોકો તેમના ઓવરઓલ જીવનને સારૃં બનાવવા માગે છે. ૬ ટકા અમેરિકનો  તેમની દારૂ અને સ્મોકિંગની લત છોડવા માગે છે. ૬ ટકા અમેરિકનો ઓછો ખર્ચ કરીને વધારે બચત કરવા માગે છે.

(12:33 pm IST)