દેશ-વિદેશ
News of Saturday, 3rd December 2022

આ જગ્યા પર પાર્સલમાં ગાય સહીત ડુક્કરની આંખો મોકલવામાં આવે છે

નવી દિલ્હી: યુરોપના દેશોમાં સ્થિત યુક્રેનનાં દૂતાવાસોમાં શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા છે. તેને લોહિયાળ પાર્સલ કહેવામાં આવી રહ્યા છે. CNNના અહેવાલ મુજબ, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું છે કે આ પાર્સલમાં પ્રાણીઓના અંગો મોકલવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓને ડરાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું- અત્યાર સુધીમાં આવા 17 મામલા સામે આવ્યા છે, જેમાં યુરોપના વિવિધ દેશોમાં આવેલી અમારા દૂતાવાસોમાં પ્રાણીઓના અંગોવાળા પાર્સલ મળી આવ્યા છે. ઘણા પાર્સલમાં ગાય અને ડુક્કરની આંખો મળી આવી છે. તો બીજી તરફ કેટલાક પાર્સલમાં વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. સ્પેનમાં એમ્બેસીની બહાર થયેલા વિસ્ફોટ બાદ શંકાસ્પદ પાર્સલો મળવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. થોડા દિવસો પહેલા સ્પેનની રાજધાની મેડ્રિડ સ્થિત યુક્રેનિયન એમ્બેસીને વિસ્ફોટકથી ભરેલા અનેક પાર્સલ મોકલવામાં આવ્યા હતા. પાર્સલ ખોલતાની સાથે જ વિસ્ફોટ થયો હતો. આ 'લેટર બોમ્બ' સ્પેનના એરફોર્સ બેઝ પર મોકલવામાં આવ્યો હતો.

(5:48 pm IST)