દેશ-વિદેશ
News of Monday, 3rd October 2022

યુએઇના નવા વિઝા નિયમોમાં કરવામાં આવ્યા આ પ્રકારના ફેરફાર

નવી દિલ્હી: યુએઈમાં આજથી એડવાન્સ વિઝા સિસ્ટમ લાગું થઈ છે. જેની જાહેરાત ગત મહિને કરવામાં આવી હતી. વિઝાના નવા નિયમ અનુસાર 10 વર્ષની વિસ્તારીત ગોલ્ડન વિઝા યોજના, કુશળ કારીગરો માટે અનુકુળ પાંચ વર્ષના ગ્રીન રેજિડેંસી અને નવા મલ્ટી એંટ્રી પ્રવાસી વિઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિદેશીઓને 90 દિવસો સુધી દેશમાં રહેવાની મંજૂરી આપશે. યુએઈમાં આજથી અમલી બનેલા વિઝાના નવા નિયમોની અસર પ્રવાસીઓ સાથે તે લોકોને પણ પ્રભાવિત કરશે જે ત્યાં રહેવા ઇચ્છે છે.

1. પાંચ વર્ષનો ગ્રીન વિઝા વિદેશીઓને UAE ના નાગરિકો અથવા તેમના એમ્પ્લોયરની મદદ લીધા વિના પોતાને સ્પોન્સર કરવાની મંજૂરી આપશે. ફ્રીલાન્સર્સ, કુશળ કામદારો અને રોકાણકારો આ વિઝા માટે પાત્ર છે.

2. ગ્રીન વિઝા ધારકો તેમના પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરી શકે છે.

3. જો ગ્રીન વિઝા ધારકની પરમિટ સમાપ્ત થાય છે, તો તેમને છ મહિના સુધીનો સમયગાળો આપવામાં આવશે.

4. ગોલ્ડન વિઝા 10 વર્ષ માટે વિસ્તૃત રેસિડન્સી ઓફર કરે છે જેના માટે રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, અસાધારણ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ પાત્રતા ધરાવશે.

5. ગોલ્ડન વિઝા ધારકો પરિવારના સભ્યો અને બાળકોને સ્પોન્સર કરી શકે છે.

6. ગોલ્ડન વિઝા ધારકના પરિવારના સભ્યો પણ ધારકના મૃત્યુ પછી યુએઈમાં જ્યાં સુધી વિઝા માન્ય રહેશે ત્યાં સુધી રહી શકે છે.

7. ગોલ્ડન વિઝા ધારકો પણ તેમના વ્યવસાયોની 100% માલિકીનો લાભ લઈ શકશે.

(5:31 pm IST)