દેશ-વિદેશ
News of Wednesday, 3rd March 2021

વાહનોમાં કાર્બન ઉત્‍સર્જન કઇ રીતે ઘટે ? : ટીમ પિનાકા દ્વારા શોધ કાર્ય

રાજકોટ તા. ૩ : વાહન ડીઝાઇનીંગ અને પ્રોટોટાઇપ બનાવવામાં કાબેલીયત ધરાવતી ટીમ પીનકા દ્વારા તાજેતરમાં આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં શેલ ઇકો મેરેથોનની ‘પીચ ધ ફયુચર' સિધ્‍ધ હાંસલ કરાતા વૈશ્વિક સ્‍તરે ચોથુ સ્‍થાન મળેલ.

દરમિયાન હાલ વાહન કાર્બન ઉત્‍સર્જનને કઇ રીતે ઘટાડી શકાય ? તેના પર શોધ કાર્ય હાથ ધરાયુ છે. ગ્‍લોબલ વોર્મિંગ વધારો હાલની મુખ્‍ય સમસ્‍યા છે. ત્‍યારે કાર્બન ઉત્‍સર્જન કઇ રીતે ઘટે તે માટે સંશોધન શરૂ કરાયુ છે.

ટીમ પીનાકા એનએનઆઇએમએસ નરસી મોંજી ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ એમપીએસટીએમઇ શિરપુરની એક વિદ્યાર્થી ટીમ છે. જેમાં ભવ્‍ય દેસાઇ, કોમલ મોટવાણી, સંકેત માજી, સત્‍યમ પાટીલ, શશાંક યેરી, શશાંક દંડ, સિધ્‍ધેશ ધર્મમહેર, શિવમ જંગીડ, અમિત માલપંડે, શાશ્વત તારે, અનન્‍યાસિંહ નિરવાન, દિવ્‍યાંશ સંખલા વગેરે સાથે જોડાયા છે. તેમ કોમલ મોટવાણીની યાદીમાં જણાવાયુ છે.

 

(2:50 pm IST)