દેશ-વિદેશ
News of Saturday, 3rd February 2018

પ્રદૂષિત પાણીથી એન્ટિબાયોટિક અસર નથી કરતી

નવી દિલ્હી તા. ૩: ફાર્માસ્યુટિકલ કંપનીઓની વેસ્ટ પ્રોડકટ પાણીમાં મિશ્ર થતી હોવાથી જયાં દવા બનાવવાની કંપનીઓ આવેલી છે એ વિસ્તારના લોકોમાં એન્ટિબાયોટિક દવાઓ અસર નથી કરતી એવું એક સ્ટડીમાં બહાર આવ્યું છે. આ સ્ટડી માટે હૈદરાબાદની પસંદગી કરવામાં આવી હતી. કારણ કે ત્યાં ઘણી દવાની કંપનીઓ છે અને એમાંથી નીકળતા વેસ્ટને ટ્રીટ કર્યા વિના અથવા અડધો ટ્રીટ કરીને છોડવામાં આવે છે. આ કંપનીમાંથી નીકળતાં કેમિકલ જમીન માટે પાણીમાં જાય છે અને ત્યાંથી સ્થાનિક લોકોનાં ઘર સુધી પહોંચે છે. દવાઓ બનાવવા વપરાંત કેમિકલોને કારણે પ્રદૂષિત પાણી લોકો પીએ ત્યારે માનવીના શરીરમાં રહેલા બેકટેરિયા અને વાઇરસ એની સામે શકિતશાળી બની જાય છે અને એથી આવી દવાઓ તેમના પર અસર નથી કરતી. આ સિવાય એકસપાયરી ડેટની દવાઓ, દવાઓનાં પેકિંગ અને રેપર વગેરેનો પણ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હોવાથી એનું પ્રદુષણ ફેલાય છે, જે માનવીઓ માટે જોખમી છે.

(3:46 pm IST)