દેશ-વિદેશ
News of Saturday, 2nd July 2022

રશિયાએ ફરીથી યુક્રેનમાં નાગરિક વસાહત પર હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાના મિસાઇલે રહેણાક વિસ્તારમાં કરેલા હુમલામાં ૨૧ના મોત થયા છે. રશિયાના લશ્કરે બ્લેક સીમાં આવેલા ટાપુ પરથી લશ્કર હટાવ્યા પછી આ હુમલો કર્યો છે.  ઓડેસાથી ૫૦ કિ.મી. દૂર નાના ટાઉન સરહિવ્કામાં કરવામાં આવેલા હુમલામા ૨૧ના મોત થયા છે અને બીજા ૬૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ મ યુક્રેનમાં રશિયાનો નાગરિક વસાહત પર બીજો હુમલો છે.  

યુક્રેનના પ્રમુખની ઓફિસેથી જણાવાયું હતું કે યુદ્ધ જહાજોદ્વાર કે કે-૨૨ મિસાઇલ્સ છોડવામાં આવ્યા હતા. યુક્રેનના સત્તાવાળાઓએ આ પ્રહારને રશિયા તરફથી વળતો ઘા ગણાવ્યો હતો. રશિયાએ જ્યારથી સ્નેક આઇલેન્ડ ખાલી કરવો પડયો ત્યારથી તે અકળાયેલું હતું. આમ રશિયાએ તરત જ આ પીછેહઠનો બદલો લઈ લીધો છે. જો કે રશિયા તે ટાપુ પર હાલમા ડોકાવવાનુંનથી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને રશિયાના વડા વ્લાડીમિર પુતિન વચ્ચે વાતચીત થઈ હતી. તેઓએ યુક્રેન કટોકટી, આંતરરાષ્ટ્રીય ઊર્જા કટોકટી વગેરે અંગે વાત કરી હતી. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન કટોકટી, નાણાકીય બજારોને ફટકો મારી રહી છે, એમ તેમણે જી-સેવનમાં જણાવ્યું હતું. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર તાજેતરના પ્રતિબંધોના પગલે નોંધપાત્ર વધ્યો છે. ભારત રશિયા પાસેથી માંડ ૦.૨ ટકા ક્રુડની આયાત કરતું હતું, પણ પ્રતિબંધોના લીધે આ આયાત દસ ટકાએ પહોંચી ગઈ છે. આમ ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી ઓઇલનું મોટુ ખરીદદાર બની જાય તેવી સંભાવના છે. ભારતે જણાવ્યું હતું કે તે કઈપણ રીતે શાંતિની તરફેણમાં છે. તેના માટે બધુ કરી છૂટશે.

(5:58 pm IST)