દેશ-વિદેશ
News of Saturday, 2nd July 2022

અફઘાનિસ્તાનની ધાર્મિક શાળા પર થયેલ હુમલામાં 8 લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં આવેલી ધાર્મિક શાળા પર શનિવારે કેટલાક અજાણીયા શખ્શોએ હેન્ડ ગ્રેનેડ ફેંકતા 8 લોકોના ઘવાયા હોવી વિગતો સામે આવી છે. પોલીસના પ્રવક્તા અબ્દુલ બાસિર ઝાબુલીએ જણાવ્યું કે શનિવારે વહેલી સવારે રોદત જિલ્લામાં આવેલી ઉસ્માન ઝોનુરૈન સેમિનરી પર ગ્રેનેડ એટેક કરવામાં આવ્યું હતું. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાબુલમાં ધાર્મિક વિદ્વાનોના 3 દિવસીય કાર્યક્રમ દરમ્યાન આ હુમલો કરવામાં આવ્યો છે. ગત સપ્તાહ દરમ્યાન નંગરહાર પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘણા નાગરિકોના મોત થયા હતા અને અનેક લોકો ઘવાયા હતા. અજાણીયા હુમલાખોરે જીલ્લા આરોગ્ય વિભાગને નિશાનો બનાવ્યો હતો. જ્યારથી આફઘાનિસ્તાને તાલિબાનનું શાસન સંભાળ્યું છે ત્યારથી દેશમાં બોમ્બ બ્લાસ્ટ, હુમલા, નાગરિકોની હત્યા, મંદિર - મસ્જિદને નુકસાન, મહિલા અને પુરુષો પર હુમલા સહિતના અત્યાચાર સતત જોવા મળ્યા છે. તાલિબાનને માન્યતા આપવા માટે કોઈ રાષ્ટ્ર હજી આગળ આવ્યું છે. લોકોના ભૂખમરો અને માનવધિકારના ઉલ્લઘંનનો સામનો કરી રહ્યાં છે. તાલિબાન જે અંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવા આતુર છે, તેને સપષ્ટ સમજવું જોઈએ કે માનવ અધિકાર અને મહિલાઓના અધિકારોનું રક્ષણ, માન્યતા મેળવવા માટે અંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રાથમિક શરતો છે.

(5:59 pm IST)