Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ટીવી પર જાહેરાતો જાઇને ટીનેજરો જન્ક ફુડ વધારે ખાય છે

નવી દિલ્હી તા.૧૯ : ટીવી પર આવતી જાહેરાતો જાઇને ટીનેજરોમાં જન્ક ફુડ ખાવાની આદત પડે છે એવુ બ્રિટનમાં ૧૧ થી ૧૯ વર્ષના ૩૩૪૮ ટીનેજરો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે. રોજ ટીનેજરો આશરે ત્રણ કલાક ટીવી જુએ ત્યારે તેઓ એની સાથે રજુ થતી કોલ્ડ ડ્રીંકસ, હાઇ કેલેરી ફુડ, શુગર જુસ, ચિપ્સ અને ફિઝી ડ્રિન્કસની જાહેરાતો પણ જાઇને તેમને આ આઇટમોની આદત પડે છે. આના કારણે તેઓ આ આઇટમો ખાતા થાય છે. જા કે નેટફિલકસ કે એમેઝોન પ્રાઇમ વિડીયો પર સિરિયલો અને કાર્યક્રમો જાતા ટીનેજરોમાં આવા ફુડની આદત નથી લાગતી કારણ કે એમાં આવી જાહેરાતો નથી આવતી. આમ ટીવી જાનારા ટીનેજરો કરતા વધારે હેલ્ધી હોય છે. ટીવી જાનારા ટીનેજરો કરતા કાર્યક્રમોનું સ્ટ્રીમીંગ કરતી એપ જાનારા ટીનેજરોમાં જન્ક ફુડને કારણે ઓબેસીટીનો ખતરો રહે છે અને એથી તેમને બોવેલ, બ્રેસ્ટ અને પેન્ક્રિયાઝ સહિત આશરે ૧૩ જેટલા કેન્સર થવાના ચાન્સ પણ વધારે રહે છે. ટીવી જાનારા ટીનેજરો પર આવુ રિસ્ક હોવાથી તેમણે ટીવી જાવાનું બંધ કરવુ હિતાવહ છે.

(2:00 pm IST)