Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ઇરીટ્રીયામાં પુરૂષોને બે મહિલાઓ સાથે લગ્ન કરવા ફરજિયાતઃ નહીં તો થાય છે જેલ

આ દેશમાં છે વિચિત્ર કાયદોઃ પાલન ન કરો તો જેલ

લંડન તા. ૧૯ : સામાન્ય રીતે કેટલાક સમુદાયના લોકોને એકથી વધારે લગ્ન કરતા જોવાયા છે, પણ આમ કરવું અનિવાર્ય છે અને જો બીજા લગ્ન ના કરે તો સજા થઈ શકે તેવું કયારેય નહીં સાંભળ્યું હોય. એવામાં જાણો આફ્રિકી દેશ ઈરીટ્રીયા વિશે જયાં દરેક પુરુષોને બે મહિલાઓ સાથે લગ્ન કરવાનો આદેશ છે. હકીકતમાં ઈરીટ્રિયામાં પુરુષોની સંખ્યા મહિલાઓની તુલનામાં ખુબ ઓછી છે, આથી અહીંયા પુરુષોને બે મહિલાઓ સાથે લગ્ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આ આદેશનું પાલન ન કરનારા લોકોને જેલ પણ જવું પડી શકે છે.

ઈરીટ્રિયામાં આ કાયદો પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાના કારણે આ પ્રકારનો કાયદો બનાવવામાં આવ્યો છે. આથી અહીંયાના પુરુષોને બે મહિલાઓ સાથે લગ્ન કરવા માટે સરકાર દ્વારા જ આદેશ કરવામાં આવ્યો છે.

આ કાયદાનું પાલન ન કરનારા વ્યકિતને જેલ પણ જવું પડી શકે છે. એવું નથી કે આ કાયદો માત્ર પુરુષો માટે જ છે, જો પહેલી પત્નીએ પણ બીજા લગ્નમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી કરવાનો પ્રયત્ન કર્યો તો તેને પણ ઉંમરકેદ થઈ શકે છે. જોકે વર્ષ પહેલા જ બનેલા આ કાયદાના કારણે આ દેશમાં સતત બે લગ્ન કરનાર પુરુષોની સંખ્યા વધતી જઈ રહી છે. પણ સમગ્ર દુનિયામાં આ કાયદાની નિંદા પણ થઈ રહી છે.

(9:58 am IST)