Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

તાઇવાનીઝ પુરૂષે પત્‍નીને છુટાછેડા આપ્‍યા કેમ કે તે વર્ષે એક જ વાર નહાતી હતી

લંડન, તા. ૧૮ : તાઇવાનના એક પુરૂષોની છુટાછેડા માટેની અરજી ન્‍યુ તાઇપેઇની સિટી ડિસ્‍ટ્રિકટ કોર્ટ મંજુર રાખી છે. આ માણસે ડિવોર્સ માટેનું જે કારણ આપ્‍યું છે. એ અજીબોગરીબ છે. આ ભાઇઓ કોર્ટમાં કેમ કર્યો હતો કે તેની પત્‍ની લિન ખુબ જ ગંદી રહે છે અને એને કારણે તેને માનસિક ત્રાસ સહન  કરવો પડે છે. આ પુરૂષે અરજીમાં લખ્‍યું હતું કે જયારે તે આ યુવતીને ડેટ કરી રહ્યો હતો ત્‍યારે પણ તેની હાઇજીન હેબિટસ કંઇ સારી નહોતી એ વખતે પણ તે વીંકમાં એકજ વાર નહાતી હતી. જોકે લગ્ન પછી તો તેની આ આદતલ સાવ જ વકરતી ગઇ. હવે તો તે વર્ષે માત્ર એક જ વાર નહાય છે અને મહિને એકાદ વાર માથુ ધુએ છે અને બ્રક પણ ભાગ્‍યે જ કરે છે. ભાઇએ દાવો કર્યો છે કે પત્‍ની ચોખ્‍ખી ન રહેતી હોવાથી તેમની વચ્‍ચે સંબંધ પણ વર્ષે એકાદ વાર જ રહે છે. પોતાના બીમાર પિતાની કાળજી રાખવા માટે આ મહિલા તેના પતિનો નોકરી કરવા પણ જવા દેતી નથી. તેની મમ્‍મી ઘરનો ખર્ચ આપે છે. ર૦૧પમાં પતિએ ઘરમાં ઝઘડો કરીને નોકરી કરવા જવાનું શરૂ કર્યુ તો તેની પત્‍નીએ એક મહિના પછી ઓફિસ પર આવીને તમાશો કર્યો અને નોકરી છોડાવી દીધી. આ ઘટના પછી તેણે ડિવોર્સ લેવાનું નક્કી કરી લીધું હતું. તાજેતરમાં તેની છુટાછેડાની અરજી સ્‍વીકારાઇ છે.

(4:17 pm IST)