Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

બ્યુટી કોન્ટેસ્ટમાં પત્ની બીજા નંબરે નંબરે આવતા પતિએ ગુસ્સામાં કરી નાખ્યું એવું જાણીને સહુ કોઈને થશે અચરજ

નવી દિલ્હી: બ્રાઝિલમાં યોજાયેલી એક બ્યુટી કોન્ટેસ્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. મળતા રિપોર્ટ શનિવારે Miss Gay Mato Grosso 2023 સ્પર્ધા યોજાઈ હતી. જેમાં LGBTQIAP+ કમ્યુનિટીની સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નથાલી બેકર નામની કોન્ટેસ્ટન્ટ બીજા નંબરે આવતા તેનો પતિ એટલો નારાજ થઈ ગયો હતો કે, તે ગુસ્સામાં સ્ટેજ પર ગયો અને વિજેતાના શિરે ગોઠવે તે પહેલા જ તાજ છીનવીને તેને સ્ટેજ પર પછાડી દીધો. આ તાજ વિજેતા ઈમેન્યુલી બેલિની પહેરાવવાનો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ આ વીડિયોમાં પતિના વર્તનને રમુજી ગણાવી રહ્યાં છે તો ઘણા આ વર્તનને અયોગ્ય ગણાવી રહ્યાં છે.  એક મહત્ત્વના રિપોર્ટ મુજબ જેમાં નથાલી બીજા સ્થાને આવી હતી. તેના પતિને આ વાત પસંદ ન આવી અને તે અચાનક સ્ટેજ પર ધસી આવ્યો અને ગુસ્સામાં વિજેતા ઈમાન્યુલી બેલિનીને તાજ પહેરાવે તે પહેલા જ તાજ છીનવી લીધો અને તેને સ્ટેજ પરથી નીચે ફેંકી દીધો.

 

(7:16 pm IST)