Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 12 સશસ્ત્ર લૂંટારુઓએ પોલ્ટ્રી ફાર્મમાં ઘુસી લૂંટ ચલાવતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: ભૂખમરા અને આર્થિક બેહાલી સહી રહેલા પિક્સાતનમાં આટા, દાલ, તેલ જેવી રોજેરોજની જરૂરીયાતોની તંગી વેઠી રહ્યું છે. વીજળીનું પણ સંકટ છે, પરંતુ હવે તો ત્યાં મરઘાં-બતકાંની પણ ચોરી શરૂ થઇ ગઇ છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રાવલપિંડી જિલ્લાના જટલી ગામે ૧૨ સશસ્ત્ર લૂંટારૂઓએ એક પોલ્ટ્રી ફાર્મ ઉપર ધાડ પાડી હતી અને કર્મચારીઓને બંધક બનાવી પાંચ હજાર બચ્ચા ઉઠાવી રફુચક્કર થઇ ગયા હતા.

આ અંગે પોલ્ટ્રી ફાર્મના માલિક વકાસ અહમદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે ચોરો ૧૨ વાગે કેટલાક હથિયારબંધ ધાડપુડાઓ આવી પહોચ્યા હતા અને ફાર્મના ૩ નોકરોને બંધક બનાવી દીધા હતા.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ૩ મિની ટ્રક લઇ આવ્યા હતા. તેમાંથી કેટલાક બે મોટરસાઇકલ ઉપર પણ હતા. તેમણે કર્મચારીઓને બાંધી બાથરૂમમાં પૂરી દીધા અને ૩ ટ્રકમાં રૂપિયા ૩૦ લાખની કીંમતના પાંચ હજાર જેટલા મરઘીનાં બચ્ચા તથા મરઘાં ઊઠાવી ગયા.

તે પછી બીજે દિવસે સવારે ગામના લોકોએ બાથરૂમમાં બંધ કરાયેલા કર્મચારીઓને બહાર કાઢ્યા. પોલ્ટ્રી ફાર્મના માલિકે આ અંગે બીજે દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી પરંતુ હજી સુધી તે લૂંટારૂઓનો પત્તો મળ્યો નથી.

પાકિસ્તાનમોં તો લગભગ રોજેરોજ જીવન જરૂરિયાતની ચીજોના ભાવ વધતા જ જાય છે. અત્યારે ત્યાં આટાનો ભાવ ૧૫૦ રૂપિયા-કીલો દીઠ પહોંચી ગયો છે. ચીકન ૬૫૦ રૂપિયા અને દૂધ લીટરના ૧૫૦ રૂપયે પહોંચ્યું છે.

(6:54 pm IST)