Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અનોખી જેલ:દુનિયાની અનોખી જેલમાં પરિવારો સાથે રહી શકાય છે....મળે છે હોટલ જેવી સુવિધા

નવી દિલ્હી” જેલ એક એવી જગ્યા છે જ્યાં કોઇપણ ગુનો કરનાર વ્યક્તિને સજાના રૂપમાં ચાર દીવાલમાં કેદ રાખવામાં આવે છે. સ્વાભાવિક છે કોઈને આ સ્થળ પસંદ ના જ હોય. જો કે દુનિયામાં એવી પણ જેલ છે જેમા અન્ય જેલની સરખામણીએ વધુ સુવિધા આપવામાં આવે છે અને કેટલીક જેલમાં કેદીઓને અપરાધ અનુસાર ભયંકર કહી શકાય એવો ત્રાસ ગુજારવા માટે વિચિત્ર જેલની રચના કરવામાં આવી હોય છે દુનિયાની એવી જેલ વિશે આજે માહિતી મેળવીએ.

             ઓસ્ટ્રેલિયાની જસ્ટિસ સેન્ટર લિયોબેન : આ જેલને તમે જેલ કહી શકો જ નહીં કારણકે તે કોઈ 5 સ્ટાર હોટેલથી ઓછી ઉતરતી નથી. આ જેલમાં જીમ થી માંડીને સ્પોર્ટ સેન્ટર અને ભવ્ય રૂમની સુવિધા આપવામાં આવેલી છે. ટીવી અને ફ્રીજની સુવિધા પણ ઉપલબ્ઇંગ્લેન્ડની શાર્ક જેલ : ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે એક નાનો ટાપુ આવેલો છે. જેમાં દુનિયાની સૌથી નાની જેલ છે. તેને શાર્ક જેલ કહેવામાં આવે છે. 1956માં બનેલી આ જેલમાં માત્ર બે જ કેદીઓ રહે છે અને આજે પણ આ જેલમાં કેદીઓને રાતભર રહેવાની સજા આપવામાં આવે છે. જો કે કેદીઓ ત્યાં સૌથી વધારે ઉત્પાત મચાવે છે અને તેને બીજી જેલમાં શિફ્ટ કરવામાં આવે છે. પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે આ જેલ અને સૌથી વધારે પર્યટકો આ જેલને જોવા માટે જતા હોય છે.

ફિલિપાઇન્સની સેબુ જેલ : ફિલિપાઇન્સ સેબુ જેલ પહેલી નજરે તો કોઈ ડિસ્કોથેક જેવી જ દેખાશે. આ જેલમાં એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે કે ત્યાં કોઈ કેદી ત્યાં બોર થઈ શકે નહીં. ફિલિપાઇન્સ સરકારનું માનવું છે કે સંગીત અને નૃત્ય કોઈપણ વ્યક્તિ માટે દવાનું કામ કરે છે આથી નવી શરૂઆત કરવા માટે સંગીત અને નૃત્ય અનિવાર્ય છે અને પરિણામે કેદીઓને પણ સંગીત અને નૃત્ય સાથે જ કહેવાનું થાય છે

(5:33 pm IST)