Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અમેરિકામાં બ્લેક ફ્રાઇડેમાં અંદાજે નવ અબજ ડોલરના ફોન ખરીદવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકન ઉપભોકતાઓએ બ્લેક ફ્રાયડેમાં ખરીદીમાં આશરે નવ અબજ ડોલર ઓનલાઇન ખર્ચ્યા હતા. મોટા ભાગનાઓએ સ્માર્ટફોન માટે વધુ નાણા ખર્ચાય હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ખરીદીમાં 21.6 ટકાનો વધારો થયો હતો.

એકલા સ્માર્ટફોનના વેચાણમાં જ 25.3 ટકાનો વધારો થયો હતો. લોકોએ આ ફોન ખરીદવા 3.6 અબજ ડોલર ખર્ચ્યા હતા. જો કે લોકોએ મોટા બાગે ઘરે જ રહી ઓનલાઇન ખરીદી કરી હતી. બ્લેક ફ્રાયડે નિમિત્તે એડોબીએ 8.9 અને 9.6 અબજ ડોલરના વેચાણની આગાહી કરી હતી. નવ અબજ ડોલરની ખરીદી અમેરિકાના ઇતિહાસમાં (2019ના સાયબરમન ડે પછી )સૌથી મોટી બીજા ક્રમની ઓનલાઇન ખરીદી મનાય છે. એડોબી અનુસાર,'સાયબર મનડે તમામમાં સૌથી આગળ રહેશે. એના કારણે ઇ-કોમર્સમાં 11.2 થી 13 અબજ ડોલરની ખરીદીની શક્યતા વર્તાય છે.

(5:31 pm IST)