Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ઓએમજી....ભૂત સાથે આ બ્રિટનની મહિલા રિલેશનશિપમાં રહેતી હોવાનો દાવો કરતા ચર્ચાનો વિષય બની

નવી દિલ્હી: બ્રિટનની એમથિસ્ટ રીલ્મ નામની મહિલાનો દાવો છે કે તે એક ભૂત (Ghosts) સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી. તે ભૂત સાથે રજાઓ ગાળી ચૂકી છે. જો કે હવે સંબંધ પૂરો થઈ ગયો છે. મહિલાએ ભૂતનું નામ રે જણાવ્યું છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે.

        મહિલાનું કહેવું છે કે તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી. તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. તે કદાચ કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ તે બંનેના પ્રેમ સંબંધનો અંત આવી ગયો.

(6:16 pm IST)