Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ બનાવ્યો અનોખો માસ્ક

નવી દિલ્હી: મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધકોએ એક અનોખો માસ્ક બનાવ્યો છે. માસ્ક કોરોના વાયરસને બાળીને ખતમ કરી નાખશે. માસ્કમાં જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રમાણે તેની જાળીમાં વાયરસ પ્રવેશ કરશે કે તરત હિટથી તેનો નાશ થઈ જશે.

         એમઆઈટીના સંશોધકોએ કોરોના વાયરસથી બચાવે તેવો માસ્ક તૈયાર કર્યો છે. માસ્ક માત્ર હવામાં રહેલા કોરોના વાયરસને નાક-મોં વાટે પ્રવેશતો અટકાવશે નહીં, પરંતુ તેને ખતમ કરી નાખશે. માસ્કના સંપર્કમાં વાયરસ આવશે કે તેને હિટ લાગશે અને વાયરસ બળીને ખાક થઈ જશે.

(6:15 pm IST)