Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

યુરોપિયન રાષ્ટ્રોમાં કોરોના વાયરસનું અલગ સ્વરૂપ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો

નવી દિલ્હી: યુરોપીયન રાષ્ટ્રોમાં કેટલાંક દિવસોથી કહેર વરસાવી રહેલો કોરોના નવા સ્વરૂપે ત્રાટકયો હોવાનો નવા સંશોધનમાં ખુલાસો થયો છે. સૌ પ્રથમ સ્પેન અને ત્યારબાદ યુરોપનાં અન્ય દેશોમાં ઘુસ્યો છે. સાત વિજ્ઞાનીઓનાં રીસર્ચ પેપરમાં એમ દર્શાવવામાં આવ્યુ છે કે યુરોપીયન દેશોમાં પ્રવર્તમાન કેસમાં કોરોના વાઈરસનું નવુ સ્વરૂપ હોવાનું માલુમ પડયુ છે.કોરોનાનું સ્વરૂપ સૌ પ્રથમ જુનમાં સ્પેનમાં જોવા મળ્યુ હતું અને હવે અનેક રાષ્ટ્રોમાં પ્રસરી ગયુ છે. વિશ્ર્વમાં-ખાસ કરીને યુરોપીયન રાષ્ટ્રોમાં નોંધાતા કોરાનાના નવા કેસમાં મોટાભાગે નવુ સ્વરૂપ છે.

(6:14 pm IST)