Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રશિયામાં કોરોના વેક્સિનનું પરીક્ષણ અગમ્ય કારણોસર અટકાવી દેવામાં આવતા ચર્ચાને સ્થાન

નવી દિલ્હી: રશિયામાં કોરોનાની રસીના ટ્રાયલને હાલમાં રોકવામાં આવ્યા છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનના પરીક્ષણને અચાનક રોકવામાં આવ્યું છે. ગુરુવારે પરીક્ષણ કરી રહેલી કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે મોસ્કોની મહત્વકાંક્ષી કોરોના રસીની યોજના પર રોક લાગવી એક ઝટકા સમાન છે.

            રશિયા દ્વારા શોધાયેલી કોરોના વેક્સીન સ્પુતનિક વી (Sputvnik V)ના અત્યાર સુધીના પરીક્ષણ દરમિયાન 85 ટકા લોકોને તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થઈ. વેક્સીન વિકસાવનાર ગાલમેયા રિસર્ચ સેન્ટરના હેડ એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગે અંગે માહિતી આપી હતી. એલેક્ઝેન્ડરે જણાવ્યું હતું કે કોરોના વેક્સીનની સાઈડ ઈફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી છે. સ્પુતનિક વીના ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.

(6:14 pm IST)