Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ઓએમજી.....8હજાર કી.મી.નો પ્રવાસ કરીને આ શખ્સ પોતાની દાયણને મળવા ગયો

નવી દિલ્હી: મારા બાળપણમાં જે લોકોએ તમને પ્રેમ કર્યો છે તે હંમેશાં તમારા મનમાં રહેશે. આવું જ કંઈ સ્પેનના રહેવાસી હુઆનિતો જોન્સન સાથે થયું. 45 વર્ષ પછી હુઆનિતો બાળપણની દાયણને મળ્યા અને તેમને મળવા સ્પેનથી બોલિવિયા સુધી 8 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. જ્યારે તેમણે આ સમગ્ર પ્રવાસ અને દાયણને મળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો તે વાઇરલ થઈ ગયો. વીડિયો જોઈને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે. ગુડન્યૂઝ મૂવમેન્ટે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. પાદરી જોન્સન પોતાની દાયણને મળવા ઘરે પહોંચે છે. ત્યારે તે તેમને ઓળખી નહોતી શકી. એનાને જોઈને હુઆનિતોએ કહ્યું- હેલો, મને ખબર નથી કે તમે મને ઓળખો છો કે નહીં, હું હુઆનિતો છું. જ્યારે તે પોતાની ઓળખ બતાવે છે કે તરત જ દાયણના આંખોમાં આંસુ આવી જાય છે અને તેમે ભેટી પડે છે. તેમને વિશ્વાસ નથી આવતો કે 45 વર્ષ પછી તેમનું પાલક બાળક મળવા આવ્યું છે. ત્યારબાદ હુઆનિતો તેમને બંનેની તસવીરો બતાવે છે. બંને લાંબા સમય સુધી વાતો કરે છે અને સાથે ભોજન કરે છે.

(5:45 pm IST)