Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

આ છે દુનિયાની સૌથી ડરાવની જગ્યા:રહેવા માટે જોઈએ છે ભારે હિંમત

નવી દિલ્હી: દુનિયામાં એવી ડરાવની, ખતરનાક અને ભૂતિયા જગ્યા છે, જેના વિશે માણસ ક્યારેય જાણી નથી શક્યો અથવા જાણવાની ઈચ્છા નથી રાખી. કારણકે આ જગ્યાઓ પર તે ક્યારેય જવા નથી માગતો. દુનિયામાં આ પ્રકારનો એક આઈલેન્ડ મોજૂદ છે, જેને ખૂબ જ ડરાવનો માનવામાં આવે છે. ચાલો જાણીએ, કઈ જગ્યા છે? ઈટલીની સુંદરતા દુનિયાભરમાં ફેમસ છે. અહીંના સદીઓ જૂના શહેર, સંસ્કૃતિ અને નઝારાને જોઈને દુનિયાભરના લોકોને અહીં પર વસવા આવે છે. પરંતુ આ દેશની બીજી એક બાજુ પણ છે. તેનું નામ છે પોવેગ્લિયા આઈલેન્ડ. આ આઈલેન્ડ સાથે એક ડરાવની કહાની જોડાયેલી છે.

આ આઈલેન્ડને દુનિયાનો સૌથી ડરાવનો આઈલેન્ડ પણ કહેવામાં આવે છે. આ જગ્યાને 54 વર્ષથી બંધ રાખવામાં આવી હતી. અહીં ટૂરિસ્ટોના આવવા પર મનાઈ છે. આ જગ્યા પર 1930ની આસપાસ એક મેન્ટલ હોસ્પિટલ ચાલતી હતી. કહેવામાં આવે છે કે, એક ડાયરેક્ટરે ઊંચા ટાવર પરથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો.

પોવેગ્લિયા આઈલેન્ડ વેનિ અને લિડો શહેરની વચ્ચે છે. કહેવામાં આવે છે કે, અહીં માનસિક બીમાર લોકોની સારવાર કરવામાં આવતી હતી. મેન્ટલ હોસ્પિટલ બાદ અહીં ઘણા સમય સુધી નર્સિંગ હોમ ચલાવવામાં આવતુ હતું, પરંતુ 1968માં તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું.

 

(6:30 pm IST)