Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમેરિકાના સમુદ્રકિનારે મળી આવેલ ઢીંગલીઓનું રહસ્ય અકબંધ:વૈજ્ઞાનિકોને હજુ સુધી થઇ રહી છે અચરજ

નવી દિલ્હી : ઢીંગલીઓ આમ તો બાળકોને રમવાની વસ્તુ છે પરંતુ ફિલ્મોમાં ઘણીવાર તેને ડરામણી અને ભૂતો સાથે જોડીને દર્શાવાય છે. એવામાં ઢીંગલીઓને લઈને લોકોમાં ઘણો ડર પણ ઘર કરી ગયો હોય છે. જ્યારે ઢીંગલી વિચિત્ર સ્થળ પર જોવા મળે છે તો ડર પણ વધી જાય છે કેમ કે ત્યારે લોકો તેને કાળા જાદુ સાથે જોડીને જોવા લાગે છે. તાજેતરમાં જ કેટલાક વૈજ્ઞાનિકોને ડઝનેક ઢીંગલીઓ સમુદ્ર કિનારે જોવા મળી જેને જોઈને તેમના હોશ ઉડી ગયા.અમેરિકાના ટેક્સાસમાં કેટલાક વૈજ્ઞાનિક બીચ પર ફરવા માટે ગયા હતા જ્યારે તેમને ડરામણી ઢીંગલી જોવા મળી. તેને જોઈને વૈજ્ઞાનિક એટલા હેરાન થઈ ગયા કે તેમને સોશ્યલ મીડિયા પર પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મરીન સાયન્સ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર જેસ ટનલે જણાવ્યુ કે તેઓ ગોલ્ફ કોસ્ટ બીચ અઠવાડિયામાં બે વાર તો જાય જ છે અને ત્યાં તેમને છેલ્લા કેટલાક સમયથી ડરામણી ઢીંગલીઓ જોવા મળી રહી છે.

(7:13 pm IST)