Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

યુક્રેનના પાંચ લાખ નાગરિકોને રશિયન ટાપુ પર રહેવા માટે મોકલી દેવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: યુક્રેન સામે જંગ છેડનારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ક્રુરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે માનવામાં આવે તો પુતિને યુક્રેનના પાંચ લાખ નાગરિકોને રશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા સખાલિન ટાપુ પર રહેવા માટે મોકલી દીધા છે. આ ટાપુ રહેવા માટે મુશ્કેલ પરિસ્થિતિઓ માટે કુખ્યાત છે.અહીંથી ભાગવુ કોઈના માટે શક્ય નથી. આ નાગરિકોને ટાપુ પર કેદ કર્યા બાદ કહેવામાં આવ્યુ છે કે, અહીંથી તમે બે વર્ષ સુધી નહીં જઈ શકો. સખાલિન ટાપુ રશિયાનો સૌથી મોટો ટાપુ છે અને અહીંયા 1.27 લાખ રશિયન લોકો પહેલેથી જ રહે છે. મોટાભાગની વસતી માછીમારી પર અને એનર્જી પ્રોડક્શન પર નિર્ભર છે. અહીંયા રહેતા લોકો રશિયન મિલિટરીને પસંદ કરે છે. બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન આ ટાપુ પર રશિયાનો કબ્જો થઈ ગયો હતો. 1945 પહેલા તે જાપાનના નિયંત્રણમાં હતો. આ રશિયાના સૌથી ઠંડા વિસ્તારોમાંનો એક વિસ્તાર છે.

 

(7:17 pm IST)