Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

તો આ કારણોસર બ્રિટનની કંપનીએ ગાયનો ઓડકાર રોકવાની યોજના બનાવી

નવી દિલ્હી: રૉયલ કૉલેજ ઑફ આર્ટની મુલાકાત લીધા બાદ પ્રિન્સ ચાર્લ્સે એક એવા આવિષ્કારનું સમર્થન કર્યું છે કે ગાયના ઓડકારમાંથી નીકળતા મિથેનને કાર્બન ડાયૉક્સાઈડ અને જળ બાષ્પમાં બદલી દેશે. તે પશુના માથાની ચારેય તરફ અને માસ્કના રૂપમાં એક મિથેન પકડનારું ઉપકરણ લગાવી દેવામાં આવશે જે ગેસ પકડી લેશે અને તેને વાતાવરણમાં છોડવા પહેલા સૂક્ષ્‍મ આકારનું ઉત્પ્રેરક કન્વર્ટરમાં સ્થળાંતરીત કરી દેશે. તેની પાછળ કંપની Zelp નામની એક સ્ટાર્ટઅપ છે અને તેનો દાવો છે કે પરીક્ષણોથી મિથેન ઉત્સર્જનમાં 53 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જેને આગામી વર્ષ સુધી 60 ટકા સુધી લાવવાની આશા છે. ગાયો મોટા પ્રમાણમાં મિથેન અને કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્પાદન કરે છે જે બંને જ જળવાયુ પરિવર્તનમાં મોટું યોગદાન આપે છે. Zelpના જણાવ્યા મુજબ એ પણ જાણવા મળ્યું છે કે તેમાંથી 95 ટકાથી વધારે ઉત્સર્જન તેના મોઢા અને નાકથી થાય છે. કંપનીએ પશુધન પર પોતાના ઉપકરણોનું પરીક્ષણ કરવામાં મદદ કરવા માટે યુનાઈટેડ કિંગડમ (UK)ના સૌથી મોટા માંસ નિર્માતાઓમાં એક સાથે કામ કરવાની શરૂઆત કરી દીધી છે.

 

(7:11 pm IST)