Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

લુચ્ચા શિયાળને મસ્તી કરવાનું મન થાય?

ન્યુયોર્ક તા. ર૯ : લૂચ્ચા ગણાતા જંગલી પશુ શિયાળને પણ કયારેક મસ્તી કરવાનું મન તો થતું જ હશેને? મસ્તીના મુડમાં આવેલા આવા જ એક શિયાળે હાલમાં પેન્સિલ્વેનિયા પ્રદેશમાં શ્વાન અનેએ શ્વાનના રમકડા સાથે મોજ-મસ્તી કરી હતી. એનો વિડીયો પેન્સિલ્વેનિયાના એક રહેવાસીએ કેમેરામાં કેદ કરી લીધો અને હવ એ ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છ.ે

આ વિડીયોમાં એક શિયાળ આ રહેવાસીના વાડામાં આવી પહોંચે છે અને ત્યાંના રમકડાના ડોગી સાથે રમત કરતો દેખાય છે. ડોગીના ટોયસને ઉછાળતા અને ટોયસની પાછળ દોડીને એની સાથે રમત કરતા આ શિયાળને જોઇને વિડીયો ઉતારનાર અને એને જોનાર બધા લોકોને જ આશ્ચર્ય થઇ રહ્યું છે. વિડીયો ઉતારનારાએ જણાવ્યા અનુસાર આ શિયાળ કલાકો સુધી એના ડોગીના ટોયસ સાથે રમી રહ્યુંહતું. (૬.

(9:57 am IST)