Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્રીતીયને જરૂર છે હાઉસકીપીંગની: ચુકવશે આટલો મોટો પગાર

નવી દિલ્હી: બ્રિટિશ રાજવી પરિવારની ચચર્િ દુનિયાભરમાં રહે છે. ત્યાં ઘરેલૂ સહાયકોનો પગાર પણ લાખોમાં હોય છે. લોકો ત્યાં કામ કરવા માટે આતૂર હોય છે. અલગથી અન્ય સુવિધાઓ પણ મળે છે. બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ''Windsor Castle' ' માટે હાઉસકીપિંગ આસિસ્ટન્ટની જરૂર છે. જો કોઈ વ્યક્તિની નોકરી માટે પસંદગી થાય છે તો તેને 19,140.09 યૂરો એટલે કે 18.5 લાખ રૂપિયા મહિનાનો પગાર મળશે. એટલું નહીં સિવાય અન્ય સુવિધાઓ પણ મળશે.

           જોબમાં યોગ્યતા છે કે તેમાં મેથ્સ અને ઈંગ્લિશમાં પકડ મજબૂત હોવી જોઈએ. સાથે ઇન્ટીરિયર અને બાકી આઇટમને ક્લીન કરવી અને તેને સારી રીસે શણગારવાની કળા હોવી જોઈએ. 13 મહિનાની ટ્રેનિંગ હશે. ત્યારબાદ વ્યક્તિને કાયમી કરી દેવામાં આવશે.

(6:30 pm IST)