Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

આ છે વિશ્વનું એક માત્ર અમર પ્રાણી

નવી દિલ્હી: એવુ કહેવામાં આવે છે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી જ હોય છે. પરંતુ પૃથ્વી પર એક એવો જીવ છે, જે અમર છે. હા આ વાત સાચી છે આ જીવ ક્યારેય મરતો નથી. શું તમે તેનુ નામ જાણો છો, કદાચ તમે તેનુ નામ જીવવિજ્ઞાનના વિષયમાં સાંભળ્યુ હશે. તેનુ નામ છે હાઈડ્રા. અને આ હાઈડ્રા તાજા પાણીમાં જોવા મળે છે. અને તે વહેતા પાણીમાં સ્થિર પણ થઈ શકે છે. તળાવો, ઝડપથી વહેતા પાણીમાં, સ્થિર પાણીમાં, પાણીમાં થતી વનસ્પતિ અને છોડમાં જોવા મળે છે. એટલે કે પ્રદુષિત પાણીમાં નહી પરંતુ ચોખ્ખા પાણીમાં હાઈડ્રા જોવા મળતાં હોય છે. અમેરિકાના ડેનિયલ માર્ટિનેઝ નામના એક વૈજ્ઞાનિકે હાઈડ્રાની શોધ કરી છે. વૈજ્ઞાનિકો અનુસાર આ જીવ કોઈ પણ પરિસ્થિતિમાં જીવતો રહી શકે છે. ડેનિયલ માર્ટિનેઝના કહેવા પ્રમાણે તેને આવી ધારણા સાથે સંશોધન શરુ કર્યુ હતું. અને તેના અભ્યાસમાં હાઈડ્રાની ઉંમર વધતા તે બચી નહી શકે તેવુ માનતો હતો પરંતુ તેને મળેલા ડેટાએ તેને બે વાર ખોટો સાબિત થયો હતો. હાઈડ્રાનું શરીર ટ્યુબ જેવું હોય છે અને તેનો આકાર લાંબો હોય છે. હાઇડ્રાના શરીરમાં બે સ્તર હોય છે. બહારના સ્તરને એક્ટોડર્મ કહેવામાં આવે છે, અંદરના  સ્તરને એન્ડોડર્મ કહેવામાં આવે છે. બંને સ્તરો એક નિર્જિવ પેશીથી જોડાયેલ હોય છે. જેને મેસોગ્લોઆ કહેવામાં આવે છે. હાઇડ્રાનું મૂળ શરીર સ્ટેમ સેલનું બનેલું છે. અને તેના શરીરમાં ઘણા ઓછા કોષો હોય છે. તેની મુળ કોશિકાઓ સતત નવી કોશિકાઓ બનાવવામાં સક્ષમ હોય છે. એટલા માટે હાઇડ્રાનું શરીર સતત નવા કોષોની બનાવતુ રહે છે, અને આ દરેક સમયે આવુ જ કરતું હોય છે. હાઈડ્રા પ્રજનન યોન અને અલૈંગિક બન્ને થઈ શકે છે, તે સમાન અથવા ઉભયલિંગી થઈ શકે છે. જ્યારે તે ઉભયલિંગી થાય છે, ત્યારે તે પુરુષ યોન વૃષણ અને અંડાશય સાથે પ્રજનન કરે છે. શોધ પ્રમાણે હાઈડ્રા એક સેન્ટીમીટર લાંબા હોય છે. તેની ઉંમર વિશે કોઈ ખ્યાલ આવતો નથી એટલે તેની ઉંમર જાણી શકાતી નથી. હાઈડ્રાનું જીવન એ સિદ્ધાંતની વિરુદ્ધ છે કે મૃત્યુ દરેક જીવની એક અનિવાર્ય પ્રક્રિયા છે. 

 

(6:49 pm IST)