Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

યુ.કે જતા વિદ્યાર્થીઓ માટે આવ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી: આઝાદી-એ-હિન્દુસ્તાનના સમયે, જોધપુરમાં સ્થાયી થયેલ એક પરિવાર પાકિસ્તાન ગયો, અને પછી ત્યાંથી ઈંગ્લેન્ડ ગયો. આજે ભારતીય મૂળના એ જ પરિવારની આગળની પેઢીના સભ્ય બ્રિટનના નાયબ વિદેશમંત્રી છે. ભારતની 4 દિવસની મુલાકાતે જોધપુર પહોંચેલા લોર્ડ તારિક અહેમદનું કહેવું છે કે, એ ખૂબ જ ગર્વની વાત છે કે 1947 પહેલા લંડનની ઓફિસમાંથી ભારત પર અંગ્રેજોનું શાસન હતું.  આજે એ જ ઑફિસને ઈન્ડિયા ઑફિસ કહેવામાં આવે છે, અને આજે તેમાં હું બેસું છું. આ સિવાય તેમણે ઈંગ્લેન્ડના વિઝા નિયમોમાં ફેરફારને કારણે ઉદ્ભવતી ચિંતાઓ વિશે પણ વાત કરી હતી. વિમ્બલ્ડનના જાગીરદાર લોર્ડ તારિક અહેમદનું મામાનું ઘર  જોધપુરમાં છે અને અહીંના મોરને ધ્યાનમાં રાખીને તેમણે જાગીરદાર તરીકે તેમના ચિહ્નમાં મોરને રાખ્યા છે. ભારતની મુલાકાત દરમિયાન સૌપ્રથમ જોધપુર પહોંચેલા લોર્ડ તારિક અહેમદે ઉમેદ સિંહ પેલેસ ખાતે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી ઓફિસને ઈન્ડિયા ઓફિસ કહેવામાં આવે છે અને આ તે ઓફિસ છે જ્યાંથી અંગ્રેજો ભારત પર શાસન કરતા હતા. પણ હવે એક જ પેઢીમાં ઘણું બધું બદલાઈ ગયું છે." વિઝાના મુદ્દા અંગે વાત કરતા લોર્ડ તારિક અહેમદે કહ્યું કે,  અમૂક ફેરફારો જ કરવામાં આવ્યા છે, જેથી ગેરકાયદે ઈમિગ્રેશનને રોકી શકાય, બાકીના વિદ્યાર્થીઓ માટે નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ અંગે વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે, અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કોઈ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. 

(6:48 pm IST)