Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આ ભાઈએ શરીર પર ૮૫ ચમચીને બેલેન્‍સ કરીને રેકોર્ડ બનાવ્‍યો

ઇરાનનો મેગ્નેટમેન

તહેરાત, તા.૨૯: ઘણી વ્‍યક્‍તિઓ શરીર પર કોઈ પણ ચીજને બેલેન્‍સ કરી શકતી હોય છે. આવો એક માણસ ઈરાનના કરાજનો અબોલફઝલ સાબર મુખ્‍તારી જેણે તાજેતરમાં પોતાના શરીર પર ૮૫ ચમચીઓને બેલેન્‍સ કરીને રેકોર્ડ બનાવ્‍યો છે. સાબર મુખ્‍તારીનું કહેવું છે કે મેં નાનપણમાં જ મારી આ પ્રતિભાને ઓળખી હતી. જોકે વર્ષોની પ્રેક્‍ટિસ અને પ્રયાસ પછી હું આ પ્રતિભાને વિકસાવી શક્‍યો હતો. તેનું કહેવું છે કે અત્‍યાર સુધી હું લગભગ તમામ ચીજોને શરીર પર બેલેન્‍સ કરી ચૂક્‍યો છું. પોતાની પ્રતિભાને વિકસાવવા માટે તે અન્‍ય વ્‍યક્‍તિને પોતાના શરીર પર ચોંટાડવા સુધીનો પ્રયાસ કરી ચૂક્‍યો છે. સાબર મુખ્‍તારીનું માનવું છે કે તેની આ સિદ્ધિ પાછળનું મુખ્‍ય કારણ એ છે કે તે પોતાના શરીરની એનર્જી અન્‍ય વસ્‍તુઓમાં ટ્રાન્‍સફર કરી શકે છે. આ રેકોર્ડ કાયમ કરવા તેણે અનેક મુશ્‍કેલીઓ અને અડચણો સહન કરવી પડી છે. સાબર મુખ્‍તારીએ ગયા ઉનાળામાં આ રેકોર્ડ હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ વેળા હવામાન તેને માટે મુખ્‍ય અવરોધક સાબિત થયું હતું. રેકોર્ડ હાંસલ કરવાની મુખ્‍ય શરત એ હતી કે તેણે શરીર સાથે ચોંટાડેલી ચીજો અમુક ચોક્કસ સમય સુધી શરીર પર ટકવી જોઈએ.
જોકે હવામાં ભેજ અને ગરમીને કારણે કેટલીક ચમચી શરીર પરથી સરી પડતાં તેના શરીર પર ૮૦ ચમચી ટકી રહી હતી. જોકે ત્રીજા પ્રયાસે સાબર મુખ્‍તારી રેકોર્ડ કાયમ કરી શક્‍યો હતો.

 

(12:03 pm IST)