Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આ યુવકને ૫૦૦૦થી વધુ યુવતીઓએ મોકલ્‍યો લગ્નનો પ્રસ્‍તાવ

એરેંજ મેરેજથી બચવા દેશના રસ્‍તાઓ પર બોર્ડ લગાવી દીધા

લંડન,તા. ૨૯ : બાહુબલી ફિલ્‍મ બાદ અભિનેતા પ્રભાસની ફેન ફોલોવિંગમાં ખુબ જ વધારો થયો હતો અને તેના ગુડ લુક અને બોડી ચાર્મ તેની ફિમેલ ફેન્‍સ પર એ હદે ચઢ્‍યો હતો કે, બાહુબલીનાં શૂટિંગ દરમિયાન પ્રભાસને લગભગ ૬૦૦૦ લગ્નનાં પ્રસ્‍તાવ મળ્‍યા હતાં. ત્‍યારે હવે બ્રિટેનના એક ૨૯ વર્ષીય યુવકે પણ એક એવું કામ કર્યું કે તેને પણ ૫૦૦૦ જેટલા લગ્નના પ્રસ્‍તાવ મળ્‍યા છે. ખરેખરમાં બ્રિટેન ના રહેવાસી મોહમ્‍મદ મલિકે એરેંજ મેરેજ થી બચવા માટે એક અનોખી તરકીબ નીકાળી અને માટે તેણે દુલ્‍હન શોધનાના હેતુથી દેશના રસ્‍તાઓ પર બોર્ડ લગાવી દીધા, જેમા એવું લખ્‍યું હતું કે, તે લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે. પછી શું હતું! ૨૯ વર્ષના મોહમ્‍મદ મલિક સાથે લગ્ન કરવા માટે ૫૦૦૦થી વધુ છોકરીઓએ તેનો સંપર્ક કર્યો.
જોકે આ સમાચાર ચર્ચામાં આવ્‍યા બાજ બીજી એક વાત સામે આવી કે મલિકે આ બધું એક ડેટિંગ એપના પ્રમોશન માટે કર્યું હતું. તેણે હવે ટ્‍વિટર પર પણ લખ્‍યું છે કે લોકો તેને મુસ્‍લિમ ડેટિંગ એપ મુઝમેચ  પર શોધી શકે છે. આ દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે લગ્ન માટે રસ્‍તાઓ પર બિલબોર્ડ લગાવવાનો મોહમ્‍મદ મલિકનો વિચાર માત્ર મુઝમેચ એપને લોકો સુધી લાવવાનો હતો.
મોહમ્‍મદ મલિકે દુલ્‍હનને શોધવા માટે બ્રિટનના રસ્‍તાઓ પર લગાવેલા બિલબોર્ડમાં તેની તસવીરો પણ મુકી હતી. માત્ર આટલું જ નહીં તેણે માઇક્રોબ્‍લોગિંગ સાઇટ પર findMALIKswife.comનું પ્રમોશન પણ કર્યું હતું. મલિક અહીં જ ન અટક્‍યો નહીં તેણે findMALIKswife.com નામની વેબસાઇટ પણ બનાવી. ડેઈલી સ્‍ટાર પર છપાયેલા સમાચાર અનુસાર લંડનમાં રહેતા મોહમ્‍મદ મલિકે દુલ્‍હનને શોધવા માટે બર્મિંગહામ, લંડન સહિત ઘણી જગ્‍યાએ અનોખા લગ્નના બોર્ડ લગાવ્‍યા હતા. આ બોર્ડમાં લખ્‍યું હતું ‘સેવ મી ફ્રોમ એરેન્‍જડ મેરેજ'.
બાદમાં ટ્‍વિટર પર કેટલાક લોકોએ પૂછ્‍યું કે શું મોહમ્‍મદ મલિક ખરેખર સિંગલ છે? તેણે આવું એટલા માટે પૂછ્‍યું કારણ કે જે વીડિયો કેમ્‍પેનમાં તેને બતાવવામાં આવ્‍યો છે તેમાં એક મહિલા તેની પાસે બેઠેલી જોવા મળી રહી છે. બીજી તરફ કેટલાક યુઝર્સે લખ્‍યું કે મલિકનો માત્ર ઉપયોગ કરવામાં આવ્‍યો છે અને તેના લગ્ન પહેલા જ થઈ ચૂક્‍યા છે.
આ દરમિયાન મુઝમેચના સ્‍થાપક શહઝાદ યુનિસે આ અભિયાનને નકારી કાઢ્‍યું હતું કે મુહમ્‍મદ મલિક ખરેખર જીવનસાથીની શોધમાં છે. આ સાથે યુનિસે એમ પણ કહ્યું કે મલિક મુઝમેચનો સ્‍ટાફ પણ નથી.

 

(10:57 am IST)