Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હવાનું શુદ્ધિકરણ માટે ચીને બનાવ્યું વિશ્વનું સૌથી ઊંચું ટાવર

ઝીયાનમાં 330 ફૂટ ઊંચું ટાવર લાગડવાથી તેની આસપાસના 10 કિમિ વિસ્તારની હવાની ગુણવતામાં સુધારો

બેઇજિંગ :ચીનમાં હવાના શુદ્ધિકરણ માટે વિશ્વનું સૌથી ઊંચું ટાવર બનાવાયું છે જેની ઉંચાઈ 330 ફીટ છે. હાલમાં તેની ટ્રાયલ શરૂ કરાઈ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનની રાજધાની બેઈજિંગ વિશ્વના સૌથી પ્રદૂષણવાળા શહેરોમાંથી એક છે. અહીંયા દર વર્ષે પ્રદૂષણ અને ઝાકળના લીધે લોકોનું જીવન પ્રભાવિત થાય છે. કહેવાઈ રહ્યું છે કે, અહીંયા એક શખ્સના શરીરમાં દરરોજ 21 સિગારેટ જેટલો ધૂમાડો દાખલ થાય છે.

 સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટ પરન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે આ ટૉવર ઝીયાનમાં લગાવાયું છે ચાઈનીઝ એકેડમી ઑફ સાયન્સની ઈન્સ્ટીટ્યુટ ઑફ એન્વાર્યમેન્ટના વૈજ્ઞાનિક આ ટૉવરનો ટેસ્ટ કરી રહ્યાં છે.રિસર્ચના હેડ કાઓ જુંજીએ જણાવ્યું કે ટૉવર લગાવ્યા બાદ તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનામાં હવાની ગુણવત્તામાં સુધારો આવ્યો છે તેમણે એવો પણ દાવો કર્યો કે, જ્યારથી આ ટૉવરને લગાવવામાં આવ્યું ત્યારથી એક કરોડ ક્યુબિક મીટર હવાને સાફ કરી ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે, ગ્રીન હાઉસેજના માધ્યમથી આ ટૉવર કામ કરી રહ્યું છે.

(6:33 pm IST)