Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સોમાલિયાની રાજધાની મોગાદિશુંમાં આઈસ્ક્રીમ પાર્લરની બહાર આત્મઘાતી હુમલામાં સાત લોકોના મૃત્યુ

નવી દિલ્હી: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક આઈસક્રીમ શોપ પર એક આત્મઘાતી હુમલો થયો. જેમાં 7 લોકોના મોત થયા છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલાની જવાબદારી અલકાયદા સાથે જોડાયેલ ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલ-શબાબે લીધી છે

આપને જણાવી દઇએ કે આ હુમલો અમેરિકાના કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરની મુલાકાતના કલાકો પછી જ કરવામાં આવ્યો હતો. તે સમયે ક્રિસ્ટોફર મિલર અમેરિકન રાજદૂત અને લશ્કરી કર્મચારીઓને મળવા મોગાદિશુ પહોંચ્યા હતા. આ હુમલામાં માર્યા ગયેલા 7 ઉપરાંત 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે આ હુમલા માટે જવાબદાર સંગઠન અલ-શબાબ અગાઉ પણ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો કરતો રહ્યો છે. આ સંગઠને ઓગસ્ટમાં મોગાદિશુ પર પણ હુમલો કર્યો હતો. ત્યારે એક હોટલને તેના આતંકીઓએ નિશાન બનાવ્યું હતું.

(5:51 pm IST)