Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઓએમજી.....ચીનમાં પતિએ વિશ્વાસઘાત કરતા પત્નીએ પાંજરામાં પુરી પતિને નદીમાં ફેંકી દીધો

નવી દિલ્હી: પતિ-પત્નીના સંબંધમાં વિશ્વાસ ખુબજ મહત્વનો હોય છે એવામાં જો આ વિશ્વાસ તૂટે તો તે સહન કરવું ખુબજ મુશ્કેલ હોય છે ચીનમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે એક મહિલાને પોતાના પતિની જાણ થઇ જતા તેને પાઠ ભણાવવા માટે મહિલાએ એક ખુબજ ડરાવનો રસ્તો શોધી કાઢ્યો હતો મહિલાએ પોતાના પતિનો હાથ બાંધીને તેને નદીમાં ફેંકી દીધો હતો પત્નીને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો પતિ તેની સાથે ચીટિંગ કરી રહ્યો હતો.

        વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના મહોમીંગ સિટીની છે. મહિલાને તેના પતિના અન્ય સંબંધની જાણ થઇ જતા પતિને પાઠ ભણાવવા માટે આ મહિલાએ આવું કાર્ય કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે તેમને પોતાના પતિને પિંજરામાં કેદ કરી નદીમાં ફેંકી દીધો હતો.

(6:27 pm IST)
  • સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST