Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

બ્રિટનમાં વજન ઘટાડનાર લોકો માટે આવ્યા સારા સમાચાર

નવી દિલ્હી: બ્રિટનમાં વજન ઘટાડનારા લોકોના સારા દિવસો આવવાના છે. જે લોકોના વજન ઘટાડા સાથે પૌષ્ટિક આહાર ખાવા પર જોર આપશે, તેમને સરકાર ઇન્સેન્ટીવ આપવાની યોજના બનાવી રહી છે. સરકાર સમર્થિત રિવૉર્ડ સ્કીમ હેઠળ ઓછી કેલેરીવાળું ભોજન જમવા સાથે વર્કઆઉટ વધારે કરનારા લોકો અને તેમના પરિવારને અલગ અલગ રીતેની છૂટ, ફ્રી વાઉચર, ટિકિટ અને કેશ રિવૉર્ડ પણ આપવામાં આવશે. પ્રસ્તાવિત યોજનામાં લોકો દ્વારા સુપરમાર્કેટમાં કરવામાં આવી રહેલા ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે.

જે લોકો વધારે ફળ શાકભાજી ખરીદે છે અને વધારે કેલેરીવાળી ફૂડ આઈટમ ઓછી લે છે તેમને રિવૉર્ડ આપવામાં આવશે. સિવાય જે લોકો સાર્વજનિક ઇવેન્ટ (રન, મેરાથન)માં સામેલ થઈને વર્કઆઉટ વધારશે અને શાળા, ઓફિસ પગપાળા જવા પર ફોકસ કરશે તેમને એપ વડે લોયલ્ટી પોઈન્ટ આપવાની યોજના પણ છે પોઇન્ટના બદલે ઇન્સેન્ટીવ માટે જઈ શકશે. બ્રિટનની એર માઈલ્સ અને નેક્ટર લોયલ્ટી જેવી ચર્ચિત સ્કીમ લવાનારા ઉદ્યમી કીથ માઈલ્સને પ્રોજેક્ટના નેતૃત્ત્વની જવાબદારી આપવામાં આવી છે.

(5:49 pm IST)