Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ઇટાલીમાં બનાવવામાં આવી નવી ડિવાઇસ : કોરોના વાયરસના કણોનો કરશે ખાત્મો

નવી દિલ્હી: દુનિયાભરમાં દોઢ વર્ષની અંદર ઝડપથી ફેલાયેલા કોરોના વાયરસ એક તરફ જ્યાં રોજ નવા વેરિએન્ટ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સાયન્ટિસ્ટ તેના નાશ માટે નવી નવી રીત શોધવામાં લાગ્યા છે. ઈટાલીમાં હવે એક એવી ડિવાઇસ બનાવવામાં આવી છે જેની બાબતે કહેવામાં આવી રહ્યું છે કે તે કોરોના વાયરસને મારી શકે છે. લેઝર ડિવાઇસ ચાર દીવાલ અંદર ઉપસ્થિત કોરોના વાયરસના કણોને મારી શકે છે. ડિવાઇસને સંયુક્ત રાષ્ટ્રના વૈજ્ઞાનિકોએ ઈટાલીની ટેક કંપનીના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવી છે.

ઉત્તરી ઈટાલીના શહેર ટ્રિસ્ટેમાં સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેરિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેક્નોલોજી અને લેઝર ઉપકરણ બનાવનારી સ્થાનિક કંપની એલ્ટેક K-લેઝરે મળીને પ્રયાસની શરૂઆત ગત વર્ષે કરી હતી, જ્યારે ઈટાલી કોરોના વાયરસના મારને ઝેલી રહ્યું હતુંએલ્ટેકના ફાઉન્ડર ફ્રેચેસ્કો જનાટા છે. તેમની કંપની મેડિકલ ફિલ્ડમાં ઉપયોગમાં આવતી લેઝર પ્રોડક્ટ બનાવે છે. ડિવાઇસમાં હવાને લઈને બીમથી થઈને પસાર કરવામાં આવે છે અને તે કોરોના વાયરસ અને બેક્ટેરિયાને ખત્મ કરી દે છે. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેક્નોલોજીમાં કાર્ડિયોવાસ્ક્યુલર બાયોલોજી ગ્રૂપના પ્રમુખ સેરેના જકિન્યા કહે છે કે ડિવાઇસે લેઝર ટેક્નોલોજીને લઈને મારા વિચારને પૂરી બદલી દીધા છે. ડિવાઇસ 50 મિલીસેકન્ડમાં વાયરસને ખત્મ કરી દે છે.

(5:48 pm IST)