Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રેકોર્ડ બ્રેક કરવા ઇન્‍ડિયન ૨૯ મિનિટ સુધી સ્‍કોર્પિયન પોઝમાં રહ્યો

દુબઇ,તા. ૨૭ : દુબઈના મૂળ ભારતીય યોગ પ્રશિક્ષક યશ મનસુખ મોરડિયાએ સૌથી લાંબા સમય સુધી સ્‍કોર્પિયન પોઝમાં યોગ કરીને વિશ્વવિક્રમ રચ્‍યો છે. ૨૧ વર્ષના યશ મોરડિયાએ ૨૯ મિનિટ સુધી સ્‍કોર્પિયન પોઝ (વૃヘકિાસન) કરીને વિશ્વવિક્રમ નોંધાવ્‍યો છે. આ અગાઉનો રેકોર્ડ ૪ મિનિટ ૪૭ સેકન્‍ડનો હતો.

સ્‍કોર્પિયન પોઝ એ અદ્યતન યોગ પોઝિશન છે, જેમાં યોગ કરનાર પોતાના હાથને જમીન પર ટેકવીને પગને માથા પરથી લઈ જઈને એ પોઝિશનમાં સ્‍થિર રહે છે. જેટલો લાંબો સમય તમે આ પોઝમાં રહો છો એટલો સમય તમે માનસિક સ્‍થિતિસ્‍થાપકતા કેળવતાં શીખો છો.

યશે મહામારીના સમયગાળા દરમ્‍યાન ઘરમાં વિતાવેલા સમયમાં આ પોઝ કરવાનો પ્રયાસ કર્યો હતો.

૨૦૦૧માં જન્‍મેલા યશે ૮ વર્ષની ઉંમરે યોગ શીખવાની શરૂઆત કરી હતી. ૨૦૧૭માં યોગ શિક્ષકની તાલીમ પૂર્ણ કરીને લોકોની સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સમસ્‍યાઓનો ઉકેલ લાવવામાં સહાય કરવા માટે તેણે યોગ પ્રશિક્ષકની કારકિર્દી પસંદ કરી હતી.

સ્‍કોર્પિયન પોઝમાં રેકોર્ડ બનાવવા માટે તેને બે વર્ષ લાગ્‍યાં હતાં.

(10:28 am IST)