Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ઓએમજી.....40 મગરોથી ભરેલ વાડામાં વૃદ્ધના શરીરની આ હાલત થઇ:મળ્યું દર્દનાક મોત

નવી દિલ્હી: કંબોડિયા દેશના એક શહેરમાં 72 વર્ષના વૃધ્ધને મળેલા દર્દનાક મોતની ઘટનાએ લોકોને હચમચાવી  નાંખ્યા છે. મળતી વિગતો પ્રમાણે કંબોડિયા શહેરના સીએમ રિપ નામના શહેરમાં આવેલા મગરોના ફાર્મમાં કામ કરી રહેલા 72 વર્ષીય વૃધ્ધને મગરોએ  પોતાના વાડામાં ખેંચી લીધા હતા અને તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા. પોલીસના કહેવા અનુસાર આ વૃધ્ધ વ્યક્તિએ એક મગરને ઈંડા આપતા જોયો હતો. તેને ઈંડાથી દુર કરવા માટે એક હૂકની મદદથી મગરને તેઓ બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મગર મચ્છે હુક મોઢામાં પકડીને એટલા જોરથી ખેંચ્યો હતો કે આ વૃધ્ધ કર્મચારી સીધા મગરના વાડામાં પડ્યા હતા. આ વાડામાં 40 જેટલા મગરો છે. તેમના પર બીજા મગરોએ હુમલો કર્યો હતો અને તેમના શરીરના અંગોના ટુકડે ટુકડા કરી નાંખ્યા હતા. આ વ્યક્તિના શરીરનો 30 જ ટકા હિસ્સો બાદમાં પોલીસના હાથમાં આવ્યો હતો. જ્યારે 70 ટકા હિસ્સો મગરો ખાઈ ગયા હતા. મગરોના વાડાની કોંક્રિટની દિવાલો પણ લોહીથી રંગાઈ ગઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે અરેરાટી મચાવી છે. આ જ જગ્યાએ 2019માં પણ મગરોએ બે વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી અને એ પછી મગરોના હુમલાની વધુ એક ઘટના બની છે.

 

(6:18 pm IST)