Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

યુદ્ધનું નવું મેદાન બન્યું સીરિયા:ઈરાની હુમલાના જવાબમાં યુએસએ કર્યો ફાઈટર જેટથી હુમલો

નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સ્થિત સીરિયા ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનો નવો અખાડો બની રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં અથડામણ ઉગ્ર બની છે. ઈરાન સમર્થિત જૂથે સૌપ્રથમ 23 માર્ચના રોજ યુએસ બેઝ પર ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા. તેના જવાબમાં સીરિયા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાએ ઈરાની એરબેઝ પર ફાઈટર જેટ F-15થી હુમલો કર્યો અને અનેક રોકેટ પણ છોડ્યા હતા. આ હવાઈ હુમલામાં ઈરાનના 11 સૈનિકો માર્યા ગયા હતા. આનાથી નારાજ થઈને ઈરાને ફરીથી સીરિયામાં અમેરિકી ઠેકાણાઓ પર 10 મિસાઈલોથી હુમલો કર્યો હતો. તેમાં બે બાળકો અને એક મહિલા ઘાયલ થયા હતા. બીજા દિવસે 24 માર્ચના રોજ ઈરાને ફરીથી બે યુએસ બેઝ પર હુમલો કર્યો. આ માટે ઈરાને 3 ડ્રોન અને 5 રોકેટનો ઉપયોગ કર્યો હતો. યુએસએ કાર્યવાહી કરતા 3માંથી 2 ઈરાની ડ્રોન તોડી પાડ્યા હતા. આ દરમિયાન ઈરાનના હુમલામાં અન્ય એક અમેરિકન સૈનિક ઘાયલ થયો હતો. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનું નિવેદન આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ સીરિયામાં દરેક અમેરિકન નાગરિકની સુરક્ષા કરશે. બાઈડેનના નિવેદનમાં અમેરિકાએ સીરિયાના અનેક વિસ્તારોમાં UAV દ્વારા ઈરાન સમર્થિત જૂથ પર હુમલા વધારી દીધા છે.

(7:20 pm IST)