Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

આ રાજાની કબરમાંથી નીકળેલ ખજાનો જોઈ આખી દુનિયા ચોંકી ગઈ

નવી દિલ્હી: 'વૅલી ઑફ ધ કિંગ્સ’ એ ઈજિપ્તનો એક વિસ્તાર છે, જ્યાં ઈજિપ્તના પ્રાચીનના ડઝનબંધ શાહી શાસકો અથવા ફારોહની કબરો અથવા મમી છે. આ ખીણ ઈજિપ્તના દક્ષિણ ભાગમાં નીલ નદીથી પશ્ચિમ તરફ આવેલી છે અને દુનિયાભરના આર્કિયોલોજિસ્ટની આંખનો તારો કહેવામાં આવે છે. ઈજિપ્ત સિવાય અમેરિકાથી લઈને યૂરોપ સુધીના પ્રખ્યાત આર્કિયોલોજિસ્ટ સેંકડો વર્ષોથી 'વેલી ઓફ કિંગ્સ' ની નીચે દબાયેલું રાજ અને ખજાના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. વર્ષ 1922 માં ત્યાં એક એવી વસ્તુ મળી જેનાથી ઈતિહાસની દિશા અને દશા બદલાઈ ગઈ, તે હતી રાજા તૂતનખામેનની કબર. પુરાતત્ત્વવિદ્ સેંકડો વર્ષોથી ‘વેલી ઓફ કિંગ્સ’માં કિંગ તૂતનખામેનની કબર શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈના હાથમાં એક ટુકડો આવ્યો તો કોઈના હાથમાં જાર જેવી વસ્તુઓ આવી, પરંતુ તૂતનખામેનની કબર અથવા મમીનો કોઈ પત્તો ન મળ્યો. વર્ષ 1917માં બ્રિટનના આર્કિયોલોજિસ્ટ હોવર્ડ કાર્ટરે એક બ્રિટિશ નાગરિક લોર્ડ કાર્નારર્વોનની મદદથી વેલી ઓફ કિંગ્સમાં ખોદકામ શરુ કર્યું. જો કે કાર્ટરને ખૂદને ભરોસો નહોતો કે કાંઈક મળશે. કારણ કે ‘વેલી ઓફ કિંગ્સ’ ની મોટાભાગની કબરોમાંથી સેંકડો વર્ષ પહેલાં જ કિમતી સામાન કાઢી લેવામા આવ્યો હતો. છતાં પણ તેઓ હિમ્મત ન હાર્યા. હોવર્ડ કાર્ટર પોતાની ટીમ સાથે 'વેલી ઓફ કિંગ્સ'ની અંદર ખોદકામ કરતાં રહ્યા. અચાનક એક દિવસ તેમનો પાવડો રેત નીચે દબાયેલા ભોંયરા સાથે ટકરાયો, પરંતુ આ ભોયરાનો રસ્તો ક્યાં જોવા મળતો નહોતો. બહુ જ શોધખોળના અંતે આશરે બે વર્ષ બાદ આ ભોંયરાની અંદર જવાની સીડી મળી આવી હતી. આ નવેમ્બર 1922ની તારીખ હતી. કાર્ટર જ્યારે સીડીથી ભોંયરામાં પહોંચ્યો તો અંદર પ્રવેશ્યા અને મીણબત્તીની સળગાવી તો તેમની આંખો પહોળી થઈ ગઈ.

 

(6:55 pm IST)