Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

આ બહેને પાંચ કલાકની ઊંઘનું લાઇવ સ્ટ્રીમિંગ કરીને ૨.૨૧ લાખ રૂપિયાની કમાણી કરી

નવી દિલ્હી, તા.૨૭: તાઇવાનમાં રહેતી વાંગ યિમિંગ નામની મહિલા થોડાં વર્ષ પહેલાં એક મ્યુઝિક બેન્ડમાં કામ કરતી હતી. એ મ્યુઝિક બેન્ડ બંધ થયા પછી તે અનેકોની માફક અમેરિકન લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ 'ટિવચ'માં સક્રિય બની. તાજેતરમાં તેણે પાંચ કલાક ઊંદ્યતાં લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. સાંજે પાંચ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ઊંઘવાના ઓનલાઇન પ્રસારણના ૧૧,૨૦૦ વ્યુઝ નોંધાયા હતા. એ લાઇવ સ્ટ્રીમિંગમાં તેણે સ્થાનિક ચલણમાં લગભગ ૨.૨૧ લાખ રૂપિયા જેટલી કમાણી કરી હતી.

(10:08 am IST)