Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ઓડિશાના નેશનલ પાર્કમાં સફેદ મગર પાર્ક ટુરિસ્ટ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે

નવી દિલ્હી: ઓડિશાના ભીતરકણિકા નેશનલ પાર્કમાં ખારા પાણીના મગરની વાર્ષિક વસ્તી ગણતરી બાદ રવિવારે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં સ્થિત ભીતરકણિકા નેશનલ પાર્ક વિશ્વનો સૌથી મોટો સફેદ મગર પાર્ક છે. વાર્ષિક વસ્તી ગણતરી પછી, ઉદ્યાનના પ્રારંભના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. લોકો અહીં તેમના પરિવાર અને બાળકો સાથે પિકનિક માટે આવે છે.

         સફેદ મગર માટે પ્રખ્યાત, પાર્ક દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. પાર્કમાં પહોંચેલા એક પર્યટકએ કહ્યું કે, ‘અમારું ગ્રુપ ભીતરકણિકા નેશનલ પાર્ક પિકનિક માટે આવ્યું છે. અને અહીંનું વાતાવરણ ખૂબ સુખદ છે અને અમે ખૂબ આનંદ લઇ રહ્યા છીએ. "તેમણે એમ પણ કહ્યું કે પાર્ક ફરી શરૂ થતાં પર્યટન ક્ષેત્રે વેગ પકડશે. પાર્કમાં હાજર અન્ય એક પર્યટક પારૂલએ જણાવ્યું હતું કે અમારો પરિવાર અહીં કટકથી આવ્યો છે. અમને અહીં ખૂબ મજા આવી અને મગરો, વાંદરા અને પક્ષીઓનાં ઘણા બધા ફોટા લીધાં. ઓડિશા વન વિભાગ દ્વારા પાર્કને રાજ્યનું ઇકો ટૂરિસ્ટ સ્થળ (Eco tourist destination) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

(5:05 pm IST)