Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પોતાની જ સાથે લગ્ન કરનાર મહિલાએ હવે પોતાની સાથે છૂટાછેટા પણ લઇ લીધા

ક્રિસ ગલેરાએ જીવનમાં કોઇનો સાથ જરૂરી હોવાનું જણાતા પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત કરી

લંડન,તા. ૨૬: લગભગ સપ્ટેમ્બર મહિનામાં એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં ક્રિસ ગલેરા નામની ૩૩ વર્ષની એક મોડલે પોતાની જાત સાથે લગ્ન કર્યાં હતાં. હકીકતે તે જે પણ પુરુષોને મળી હતી લગભગ એ બધા સાથેના તેના અનુભવો કંટાળાજનક કે દુખદ રહ્યા હતા. જોકે પોતાની જાત સાથે કરેલાં તેનાં લગ્ન પણ સફળ ન રહેવાથી હવે તે આ બંધનમાંથી પણ આઝાદ થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં તેને થયેલા અનુભવોને લીધે એકલા રહેતાં ડરતી ક્રિસ ગલેરાએ જીવનમાં કોઈનો સાથ જરૂરી હોવાનું જણાતાં પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત કરી હતી અને એની ઉજવણી કરવાનું પણ ઠરાવ્યું હતું.

(9:51 am IST)