Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમેરિકામાં સપ્ટેબરના જીડીપી આંકડા મુજબ યુએસના વિકાસ ડ્રામા 33.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો

નવી દિલ્હી: એક મહિના અગાઉના અનુમાન મુજબ જ અમેરિકાના સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપીના આંકડા સામે આવ્યા છે, જે મુજબ યૂએસ વિકાસ દરમાં વિક્રમી 33.1 ટકાનો ઉછાળો નોંધાયો છે. જે 1947 બાદની સૌથી મોટી વૃદ્ધિ છે. આંકડા પરથી લાગે છે કે અમેરિકા હવે મહામારીની અસરમાંથી તેજ ગતિએ બહાર આવી ગયું છે પરંતુ અર્થશાસ્ત્રીઓનો મત અલગ છે તેમને આ ક્ષણિક તેજી લાગી રહી છે અને આગામી ક્વાર્ટરમાં ફરી અમેરિકામાં મંદીની શક્યતા જોઈ રહ્યા છે.

          અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જીડીપી અંદાજને અનુરૂપ છે, પરંતુ કેટલાક ક્ષેત્રોનો દેખાવ અપેક્ષાથી ખરાબ રહ્યો છે. જેમ કે, બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ, હાઉસિંગ અને એક્સપોર્ટમાં અંદાજ કરતાં પણ વધારે વૃદ્ધિ જોવા મળી છે જ્યારે સરકાર અને ઉપભોક્તાઓ દ્વારા થતાં ખર્ચમાં ઘટાડો થયો છે. આ પહેલાં જૂનના ત્રિમાસિકમાં અમેરિકાની જીડીપીમાં 31.4 ટકાનો ઘટાડો થયો હતો.

(6:15 pm IST)