Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જુલાઈ મહિના પછી અમેરિકામાં બેરોજગારી ભથ્થું માંગનારની સંખ્યામાં ભરખમ વધારો

નવી દિલ્હી: જુલાઇ મહિના પછીથી સતત બીજી વખત પહેલી જ વાર બેરોજગાર ભથ્થું માંગનારાઓની સંખ્યા અપેક્ષાથી વિપરિત વધી ગઇ હતી. મળતી માહિતી મુજબ, કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે અનેક લોકો બેકાર બન્યા હતા જેના કારણે ભથ્થું માગનારાઓની ંસખ્યામાં પણ વધારો થયો હતો. 21 નવેમ્બર,2020ના રોજ પુરા થયેલા સપ્તાહમાં પ્રારંભિક બેરોજગારોના દાવા 30,000 થી વધીને 778 000 થયા હતા.સીઝનલ ઉતાર ચઢાવ એડજસ્ટ કર્યા વગર સપ્તાહમાં આ આંકડો આશરે 78000 પર પહોંચ્યો હતો. જોગાનુજોગ એ સપ્તાહમાં માસિક બેરોજગારોનો પણ ઉલ્લેખ કરાયો હતો. એક તરફ દાવા ચાલુ તો બીજી તરફ કુલ ગરીબ બેરોજગાર અમેરિકનોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. જે આંકડો 60.7 કરોડ હતો તે 14 નવેમ્બરે ઘટીને 299000 થઇ ગયો હતો.પરંતુ સહાય મેળવતા અમેરિકનોની સંખ્યામાં સતત વધારો થતો જ રહ્યો હતો જે એ વાત તરફ ઇશારા કરે છે કે વધુ લોકોએ રાજ્ય તરફથી આપવામાં આવતા લાભનો ક્વોટા પુરો કરી દીધો હતો. અર્થશાસ્ત્રીઓના 730000 પ્રોજેક્શનની સરખામણીમાં મુખ્ય આંકડો 60 લાખ ચાલુ રહ્યો હતો. આ તમામ આંકડાઓ બ્લુમબર્ગ દ્વારા કરાયેલા સર્વે પર આધારિત હતા.

(6:14 pm IST)