Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

અમેરિકાના ઇહાડો રાજ્યના બોઇસ શહેરમાં શોપિંગ મોલમાં થયેલ ગોળીબારીની ઘટનામાં બે લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના ઈડાહો રાજયના બોઈસ શહેરમાં સોમવારે એક મોટી ઘટના બની હતી. અહીંના એક શોપિંગ મોલમાં એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા અને એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આ મામલે તપાસ ચાલી રહી છે. બોઈસ પોલીસ ચીફ રેયોનલીએ જણાવ્યું કે શોપિંગ મોલને હાલ પૂરતો ખાલી કરાવવામાં આવ્યો છે. તેને જણાવ્યું કે હુમલાખોર સાથે પોલીસને અથડામણ થઈ હતી. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેને હુમલાખોર વિશે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ કંઈ કહીં શકાય. પોલીસ અધિકારી રેયોન લીએ કહ્યું કે અમને સોમવારે સવારે લગભગ 1.30 વાગ્યે હુમલાની માહિતી મળી હતી. જયારે પોલી ત્યાં પહોંચી તો એક વ્યકિતને ગોળી લાગી હતી અને તે જમીન પર પડેલો હતો. એ દરમિયાન પોલીસ અધિકારીઓએ હુમલાખોરને ઓળખી કાઢયો અને તેની સાથે ક્રોસ ફાયરીંગ થયું. જેમાં એક અધિકારી ઘાયલ થયો. જોકે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે અત્યાર સુધી એ વાત સામે આવી છે કે હુમલામાં માત્ર એક જ વ્યકિત સામેલ હતો.

 

(5:00 pm IST)