Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ચીનમાં ફરીથી કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો :શહેરમાં લગાવવામાં આવ્યું લોકડાઉન

નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનુ શરૂ કર્યુ છે. કોરોનાના વધી રહેલા કેસના કારણે સરકાર પણ ચિંતામાં છે. ચીનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાન્જોઉ શહેરમાં લોકડાઉન લગાવી દેવાયુ છે. અહીંયા 40 લાખ લોકો રહે છે અને તેમને ઘરમાંથી નહીં નિકળવાનો આદેશ અપાયો છે. માત્ર ઈમરજન્સી સંજોગોમાં જ ઘરમાંથી નિકળવા માટે ચેતવણી અપાઈ છે.

આ શહેરમાં 29 કેસ નોંધાયા બાદ સ્થાનિક તંત્રે લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો હતો. ચીનના બીજા પણ ઘણા હિસ્સામાં લોકડાઉન લાગુ કરાયુ છે. વધતા જતા કેસના કારણે પર્યટન સ્થળો પર લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. લોકોને એક શહેરમાંથી બીજી શહેરમાં જવાનુ ટાળવા માટે પણ સલાહ અપાઈ છે. ચીનમાં વધતા જતા કેસ માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર છે. જે મૂળ વાયરસથી વધારે ખતરનાક છે અને એક સપ્તાહમાં 100 કરતા વધારે કેસ તેના સામે આવી ચુકયા છે.

 

(4:59 pm IST)