Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

અમેરિકામાં વિદેશ મુસાફરોને ફુલ વેકિસનેશન કરાવ્યુ હોય તો જ એન્ટ્રી મળશે

વોશિંગ્ટન,તા. ૨૬: અમેરિકા જવાનું વિચારનારાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. અમેરિકાએ વિદેશી યાત્રીઓને દેશમાં પ્રવેશને લઇને નવી યાત્રા નીતિ જાહેર કરી છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ૮ નવેમ્બર પછી તે તમામ વિદેશી નાગરિકોને અમેરિકા આવવાની મંજૂરી મળશે, જે કોરોનાની વેકસીનના તમામ ડોઝ લઇ ચુકયા છે. જેમણે માન્યતા પ્રાપ્ત વેકસીનના તમામ ડોઝ લીધા છે. અમેરિકા જનારા યાત્રીઓને પુરાવા તરીકે વેકસીનેશનનું પ્રમાણપત્ર પણ રાખવુ પડશે.અમેરિકન વિદેશી વિભાગના પ્રવકતાએ જણાવ્યુ કે નવેમ્બરથી કોરોના વિરોધી રસીનો પુરો ડોઝ લેનારા લોકોને અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી હશે. વિદેશી નાગરિકોને વિમાનમાં સવાર થયા પહેલા પૂર્ણ રસીકરણ સાથે સાથે ત્રણ પહેલાની કોરોના તપાસ રિપોર્ટ બતાવવી પડશે.

કોરોના મહામારી બાદ અમેરિકાએ ગત વર્ષની શરૂઆતમાં વિદેશી નાગરિકોના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેની શરૂઆત ચીની નાગરિકો સાથે થઇ હતી, જે બાદ ભારત અને બ્રિટન સહિત અન્ય કેટલાક દેશોના નાગરિકો પર પણ પ્રતિબંધ લગાવી દીધી હતી.વ્હાઇટ હાઉસે આ વાતની પૃષ્ટી કરી છે કે ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોને નવી વેકસીન પોલિસીમાં છૂટ આપવામાં આવી છે. સાથે જ જે દેશમાં ૧૦ ટકા વસ્તીને જ વેકસીન લાગી છે, ત્યાથી અમેરિકા આવનારાઓને ૬૦ દિવસની અંદર વેકસીન લગાવવી પડશે.

(4:04 pm IST)