Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

માત્ર ૨૪ વર્ષની ઉંમરે ૨૧ બાળકોની માતા બની ગઈ યુવતી

યુવતીએ તેના ૨૧ બાળકોની સાર સંભાળ માટે ૧૬ આયાને કામે લગાડી છે

ત્બિલિસ, તા.૨૬: 'બાળકો તો બે જ સારા' જયોર્જિયાની રહીશ ક્રિસ્ટીના ઓઝટર્ક તેના પર જરાય વિશ્વાસ કરતી નથી. કારણ કે તે ૨૪ વર્ષની ઉંમરે ૨૧ બાળકોની માતા બની ગઈ છે. એટલું જ નહીં તેણે તેના ૨૧ બાળકોની સાર સંભાળ માટે ૧૬ આયાને કામે લગાડી છે.

'ડેઇલી મેઈલ' ના રિપોર્ટ મુજબ ક્રિસ્ટીના ઓજટર્ક જયોર્જિયાના કરોડપતિ વ્યકિત ગેલીપની પત્ની છે. ઓઝટર્ક દંપત્ત્િ।એ ગત વર્ષ માર્ચ અને તે વર્ષ જુલાઈ વચ્ચે સરોગેટ્સ દ્વારા માતા પિતા બનવા માટે ૧૪૨,૦૦૦ પાઉન્ડ એટલે કે  ૧,૪૬,૭૮,૧૫૬ રૂપિયા ખર્ચો કર્યો. બંનેનું કહેવું છે કે પૈસાથી તેમને એવી ખુશી મળી, જે હંમેશા તેમની સાથે રહેશે.

મૂળ રીતે રશિયાની ક્રિસ્ટીનાના ઘરમાં રહેતી ૧૬ આયા પર દર વર્ષે ૯૬,૦૦૦ ડોલર એટલે કે ૭૨,૦૮,૨૬૫ રૂપિયા ખર્ચો થાય છે. આ તમામ આયા બાળકોની દેખભાળ માટે ૨૪ કલાક કામ કરે છે. આથી આ આયાનો ખર્ચો પણ ક્રિસ્ટીના અને તેના પતિએ ઉઠાવવો પડે છે. ક્રિસ્ટીનાના પતિને પહેલી પત્નીથી બે બાળકો છે. બધા મળીને એક જ ઘરમાં એક  છત નીચે ૨૩ બાળકો રહે છે.  ક્રિસ્ટીના ભારપૂર્વક કહે છે કે તે એક વ્યવહારું માતા છે. તેણે કહ્યું, હું દરેક સમયે બાળકો સાથે રહુ છું, એક માતા જે કરે તે બધુ જ કરું છું. અંતર ખાલી બાળકોની સંખ્યાનું છે. પ્રત્યેક દિવસ અલગ હોય છે, સ્ટાફ શિડ્યૂલની યોજનાથી લઈને મારા પરિવાર માટે ખરીદી સુધી બધુ હું કરુ છું. ક્રિસ્ટીના ઈન્સ્ટાગ્રામ પર તેના દૈનિક જીવન અંગે જાણકારી શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને ૧૬૦૦૦૦ લોકો ફોલો કરે છે. તે પોતાના વીડિયોમાં મોટાભાગે બાળકોનું ભોજન તૈયાર કરવા અને તેમની સાથે રમતી જોવા મળે છે.(

(2:57 pm IST)