Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રશિયાના આ આંટી ચપ્પુ ફેંકના છે શોખીન: બન્યા છે ચેમ્પિયન

નવી દિલ્હી: રશિયાના સાસોવો શહેરમાં રહેતા ગલીના ચુવિના નામના નિવૃત્ત મહિલાએ તેમના ચપ્પુ ફેંકના શોખને રીતે પોષ્યો કે આજે તેઓએ 8 વખત નેશનલ, યુરોપિયન અને વિશ્ર્વ ચેમ્પિયનશીપ હાંસલ કરી છે. 56 વર્ષના ચુવિનાએ 2007માં ચપ્પુ ફેંક શીખવાની શરૂઆત કરી હતી અને માત્ર દોઢ મહિનામાં તેણે તેમાં મહારથ હાંસલ કરી હતી.

         થોડા સમયમાં તેમણે શહેરમાં યોજાયેલી ચપ્પુફેંકની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં તેમણે જીત હાંસલ કરી હતી, જીતનો સિલસિલો સતત જારી રહ્યો છે જેને પગલે તેમને અનેક દેશોમાં સન્માન મળ્યું હતું. જો કે નાણાભીડને કારણે તેમણે નિવૃત્તિ લઇ લીધી હતી.

(7:02 pm IST)